પોરબંદર ખાતે યોજાયેલ મહેર સંવર્ત 2019

પોરબંદર ના ચોપાટી મેળા મેદાન ખાતે એક લાખ થી વધુ મહેર ભાઈ બહેનો એ એક સાથે ત્રિકાળ સંધ્યા નું –પારાયણ કર્યું હતું આ કાર્યક્રમ માં અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદર ની ચોપાટી મેળા મેદાન ખાતે આજે સ્વાધ્યાય પરિવાર દ્વારા પુ દીદીજી ની ઉપસ્થિતિ માં ભવ્યાતિભવ્ય “મહેરં સંવર્ત ” નું આયોજન કરવામાં આવ્યું હતું . આ “મહેર સંવર્ત ” નું આયોજન સ્વાધ્યાય પરિવાર દ્વારા પોરબંદર ના ચોપાટી મેળા મેદાન ખાતે કરાતા આજે મેળા મેદાન ખાતે અલૌકિક વાતાવરણ અને અલૌકિક દ્રશ્યો સર્જાયા હતા ઉલ્લેખનીય છે કે આ જ મેદાન પર ૩૫ વરસ અગાઉ પુ દાદા એ ૧૦૦૮ મહેર તથા ૧૦૦૮ ખારવા દંપતીઓ ને સાથે રાખી સત્યનારાયણ નું પૂજન કરાવ્યું હતું .આજે કાર્યક્રમની શરુઆત માં મહેર જ્ઞાતિ ની બહેનો એ દીદીજી ને મહેર જ્ઞાતિ ના પરમ્પરાગત ઘરેણા અને પોષક એવા વેઢલા અને ઓઢણી પહેરાવી અને તેમનું સ્વાગત કર્યું હતું ત્યાર બાદ મહેર જ્ઞાતિ ના કૃતિશીલ ભાઈ -બહેનો એ સ્વાધ્યાય ના કારણે તેમના જીવન માં કેટલું પરિવર્તન આવ્યું તે અંગે જણાવ્યું હતું અને અગાઉ ૧૯૮૭ ની સાલ માં જયારે મહેર બોર્ડીંગ નું લોકાર્પણ થયું ત્યારે પણ પુ દાદા,દીદીજી વગેરે ની પાવન ઉપસ્થિતિ રહી હતી તે પણ યાદ કર્યું હતુંકાર્યક્રમ માં પુ દીદીજી એ જણાવ્યું હતું કે “ત્રિકાળ સંધ્યા” નો અર્થ સમજીને મહેર સમાજ આવ્યો છે. મહેર લોકો પારદર્શક છે કોઈની સામે ઝૂકતાં નથી તે તેમનો સૌથી મોટો ગુણ છે. આજના દિવસે આટલા બધા મહેર ભાઈ-બહેનો ત્રિકાળ સંધ્યા કંઠસ્થ કરીને આવ્યા છે તે વિશેષ વાત છે. આ આયોજન વિષે વિચારતા અગાઉ લોકો એવું જણાવતા હતા કે અમારા સમાજ ના એક લાખ લોકો એક જગ્યા એ એકઠા થઇ ન શકે.અને એ સાચી વાત પણ છે કારણ કે ઘેટા અને બકરા ના ટોળા હોય છે પરંતુ સિંહો ટોળા માં હોતા નથી આજે સિંહો ના ટોળા એકત્ર થયા છે અને દાદાના પરિવારના આ બધા સિંહો છે.સમાજ ના લોકો ને ધન્યવાદ આપતા દીદીજી એ જણાવ્યું હતું કે તમે લોકોએ 100% સંકલ્પ પૂરો કરી બતાવ્યો ત્રિકાળ સંધ્યા તમામ મહેર લોકોમાં પહોંચાડી છે અને ત્રિકાળ સંધ્યા માત્ર કર્મકાંડ નહિ પણ વિચાર છે. પેઢીઓ તો દરેક સમાજ ની હોય પરંતુ આ સમાજને પરંપરા છે, ઇતિહાસ છે.ભૂતકાળ માં અનેક મહેર કોમ ના લોકો એ વિવિધ જગ્યા એ શૂરવીરતા બતાવી છે. આથી ભગવાનના આશીર્વાદ મહેર સમાજને ના મળે તો કોને મળે. યોગાનુયોગ આજે શિવાજી જયંતિ છે. શિવાજી એ ઉત્તમ રાજા, ઉત્તમ વ્યક્તિ, રાજકારણી, ચતુર, મગજમાં સ્પષ્ટ ધ્યેય લઈને ચાલનારા હતા.મહેર સમાજ ના સ્વાધ્યાયીઓ એ જણાવ્યું હતું કે પરમ પૂજનીય દાદાજી [પૂજનીય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે) પ્રેરિત સ્વાધ્યાય પરિવાર છેલ્લા 80 વર્ષથી ભારત તથા વિશ્વના અનેક દેશોમાં કાર્ય કરતો રહેલો છે. ભગવ
ાન શ્રીકૃષ્ણએ શ્રીમદ ભગવદગીતમાં કહ્યું છે કે, હું તારા હૃદયમાં આવીને વસ્યો છું. આ વાત અંતિમ વ્યક્તિ સુધી સ્થિર થાય તે માટે પૂજનીય દાદાજીએ ‘ત્રિકાળ સંધ્યા” આપી, એમણે માણસને ભગવાન સાથે અને માણસને માણસ સાથે જોડવાનું અલૌકિક કાર્ય કર્યું. પૂજનીય દાદાજીના સુપુત્રી પૂજનીય જયશ્રી દીદીજી (અ. સૌ. ધનશ્રી શ્રીનિવાસ તલવલકર) અત્યારે આ જ વિયાર આગળ લઇ જવાનું તથા પરિવારને માર્ગદર્શન કરવાનું કાર્ય કરતાં રહેલાં છે. પૂજનીય દીદીજીના “તેજમિદમ” વર્ષ નિમિત્તે, પૂજનીય દાદાજીએ આપેલ “ત્રિકાળ સંધ્યા” નો વિચાર ઘર-ઘર સુધી લઇ જવાનો પ્રયત્ન સ્વાધ્યાય પરિવાર કરતો રહેલો છે. ભગવાન મારી અંદર રહીને મારું જીવન ચલાવે છે. મારી સતત સંભાળ રાખે છે. તે મને સવારે સ્મૃતિદાન, જમતી વખતે શક્તિદાન અને સૂતી વખતે શાંતિદાન આપે છે. તેથી ભગવાનને કૃતજ્ઞતાથી ગત વર્ષે પૂજનીય દીદીજીનાં માર્ગદર્શનથી મહેર સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી “ત્રિકાળ સંધ્યા” લઇ જવાનો સંકલ્પ થયો. અને સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા મહેર તેમજ અન્ય સ્વાધ્યાયી ભાઈ-બહેનોએ એક સાથે મળીને મહેર સમાજના દેશ-પરદેશમાં વસતાં 1,78,000 મહેર ભાઈ-બહેનોનો સંપર્ક કર્યો અને “ત્રિકાળ સંધ્યા” ની વાતો તેમના સુધી લઇ ગયા પરિણામ સ્વરૂપ માણસ-માણસ વચ્ચે ફક્ત લોહીનો નહીં, પરંતુ લોહી બનાવનાર ભગવાનના આપણે દીકરા છીએ અને તે સંબંધે આપણે દૈવી ભાઈ-બહેન છીએ, આ વિચાર પ્રત્યેક મહેર ભાઈ બહેનને સ્પર્શી ગયો અને તેમણે “ત્રિકાળ સંધ્યા” ને પોતાના જીવનમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો. અને પરિણામ સ્વરૂપે આજે ચોપાટી ખાતે એક લાખથી વધુ મહેર ભાઈ-બહેનોએ “ત્રિકાળ સંધ્યા” પારાયણ કર્યું અને “મહેર સંવર્ત” સાકારિત થયુ. કઈ રીતે આ શક્ય બન્યું
મહેર સમાજમાં “ત્રિકાળ સંધ્યા” માટે અક્ષરશ: હજારો સ્વાધ્યાયી દંપતિઓ તૈયાર થયા, પોતાના ટાઈમ, ટીફીન અને ટિકિટ લઇને મહેર ભાઈઓમાં 1 વર્ષ ભક્તિફેરી અને ભાવફેરી કરી, અને તેના ફળ રૂપે એક લાખ થી વધુ મહેર લોકોમાં આ ભગવદ્વિચાર પહોંચ્યો. અને માત્ર પોરબંદર કે તેની આસપાસના ક્ષેત્રો જ નહીં, પરંતુ દેશના તમામ ખૂણાઓ અને વિદેશમાં ખાંસ કરીને ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વસતા મહેર ભાઈઓમાં પણ “ત્રિકાળ સંધ્યા” રૂપી ભગવદ્દપ્રેમ પહોંચ્યો. મહેર સમાજની કુલ વસ્તી આશરે 1,78,000 છે અને 25 થી વધુ મેર કુટુંબો રહેતા હોય તેવા 177 ગામો છે. આ તમામ ગામોમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન કુલ 4116 સ્વાધ્યાયી ભાઈ-બહેનોએ ભક્તિફેરી અને ભાવફેરી દ્રારા કુલ 40,000 થી વધુ મહેર કુટુંબો માં ”ત્રિકાળ સંધ્યા’ કંઠસ્થ કરાવી, અને મહેર સમાજ હ્રદયસ્થ ભગવાનની પ્રતીતિ કરતો થયો. સૌરાષ્ટ્રના દરેક જીલ્લામાંયી દંપતિઓ ભક્તિફેરી રૂપે પોરબંદર અને આસપાસના ક્ષેત્રોમાં પહોંચ્યા એક-એક દંપતિ ‘ 30 મહેર કુટુંબમાં ”ત્રિકાળ સંધ્યા ” લઈને ગયું, અને વાડી વિસ્તારમાં રહેતા મહેર ભાઈઓ બહેનો સુધી પણ સ્વાધ્યાયી કૃતિશીલૌ પહોંચ્યા. તેમ કરતા કરતા એક વર્ષના અંતે એક લાખ થી વધુ મહેર ભાઈ-બહેનોએ ”ત્રિકાળ સંધ્યા” કંઠસ્થ કરી ’

સુશોભન
સ્વાધ્યાય પરિવાર આજે વર્ષોથી પ્લાસ્ટિક કે થર્મોકોલ રહિત તેમજ પર્યાવરણની પૂણ જાળવણી થાય તેવી
સામગ્રીથી સુશોભન કરતો રહ્યો છે, “મહેર સંવર્ત” ના આ પ્રસંગે પણ સ્વાધ્યાયી કૃતિશીલ ભાઈ-બહેનોએ
વેસ્ટમાંથી બેસ્ટ અને વિના ખર્ય સરસ મજાનું સુશોભન કરવાની બધી જ તૈયારીઓ કરી રાખી હતી.
સુશોભનની બધી જ પ્રૉપર્ટીઝ પણ તૈયાર હતી. પરંતુ, પુલવામાની ઘટના સંદર્ભે પૂજનીય દીદીજીએ તા.
17-02-2019. રવિવારના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કહ્યું હતું કે, આપણે સુશોભન નહીં કરીએ,
અહીં ‘ત્રીકાળ સંધ્યા” કંઠસ્થ કરી આવેલા એક લાખ ભાઈ-બહેનો જ આપણું સૌથી મોટું સુશોભન છે.
ટ્રાફિક તેમજ પાર્કિંગ વિભાગ
એક લાખથી વધુ મહેર ભાઈ-બહેનો તેમજ અન્ય ભાઈ-બહેનો જયારે એકત્રિત થવાના હોય ત્યારે એ તો
નિશ્ચિત જ છે કે. ટ્રાટ્ટિક વ્યવસ્થા જાળવવી એ ચોક્કસપણે મોટી વાત બની રહે. આ માટે સ્વાધ્યાય
પરિવારના 250 કૃતિશીલ ભાઈઓ ટ્રાફિક એટલે કે, યાતાયાત વ્યવસ્થા જાળવવા માટે પોરબંદરની તમામ
દિશાઓમાં દસ કિલોમીટર દૂરથી વહેલી સવારથી ઉભા રહી ગયા હતા. યાતાયાત વ્યવસ્થા જાળવવી ખા
પણ ભક્તિ જ છે, તેવા ભાવથી આ ભાઈઓ પણ હંમેશા પોતાનું ટાઈમ, ટિફિન અને ટિકિટ સાયો લઈને આવે
છે. પોરબંદર શહેરના શહેરીજનોને કોઈપણ જાતની મુશ્કેલી ના થાય તે માટે યાતાયાત વિભાગના દરેક
ભાઈઓએ ધ્યાન રાખ્યું હતું સાથે જ, પાર્કિંગ માટે પણ કુલ નવ જગ્યાઓએ વ્યવસ્થિત પાકિંગ થાય તે
માટેની વ્યવસ્થા કરી હતી. આ માટે પણ સેંકડો કૃતિશીલ ભાઈઓ પાર્કિંગ વિભાગમાં જોડાયા હતાં.યુવા-યુવતીઓની ભાવવદના
“મહેર સંવર્તના’ આ પ્રસંગે 450 યુવા ભાઈઓ તેમજ 350 યુવા બહેનો એમ કુલ 800 યુવા મહેર ભાઈ-
બહેનોએ મહેર સમાજની ઓળખાણરૂપ મણીચારો ગીત અને તેની સાથે મશાલ ગીત અને શૌર્ય ગીત સાથે ભાવવંદના કરી હતી. આ ભાવવંદનામાં આ યુવા મહેર ભાઈ-બહેનોએ ભાવવંદના દ્વારા ભગવાન, પૂજનીય દાદાજી અને પૂજનીય દીદીજીને વંદન કર્યા હતા, એકસાથે સાથે આટલા બધા યુવા મહેર ભાઈ-બહેનોએ જયારે તેમના પારંપરિક વસ્ત્રોમાં ભાવવંદના કરી ત્યારે અદભુત દૃશ્યાવલિ સર્જાય હતી.
Credit: પોરબંદર ટાઈમ્સ- http://www.porbandartimes.com/