કચ્છ ખાતે રૂપિયા ૧ કરોડની વાડી ગૌ સેવા સમિતીને દાનમાં આપતા રામભાઈ ખુંટી

આપણી જ્ઞાતિમાં શુરવીરતા, દાતારી, ખુમારી, હિમતવાન, નિડરતા, સુંદરતા જેવા કેટલાય ગુણો છે. અને કોઈ વસ્તુંની કમી નથી માત્ર એક જ વસ્તુની કમી છે. અને તે એટલે સહન શકિત ભાઈચારો, પણ હવે ઘણું પરિવર્તન ગયું છે. આપણા યુવા પેઢીમાં શિક્ષણક્ષેત્રે ઘણા સુધારા જોવા મળે છે. આજથી ર૦ વર્ષ પહેલાની વાત કરૂ તો દરેક જુવાનના હાથમાં કુંડલીવાળી લાકડી કે કુહાડી હોય પણ આજના યુવાન ભાઈઓ નીકળે છે. ત્યારે હાથમાં બોલપેન અને ચોપડાઓ જોવા મળે છે. જે આપણી જ્ઞાતિ માટે આનંદની વાત કહેવાય.

આપણા વડવાઓ જ દાતાર છે. એવું નથી આજે ર૧મી સદીમાં માણસ જયારે પૈસા પાછળ ગાંડો બની ગયેલ ત્યારે ૧ કરોડ જેવી માતબર રકમની કિંમતી જમીનનું દાન ગાય માતા માટે આપવું એ કાંઈ સામાન્ય વાત નથી.

આ વાત છે. કુતિયાણા તાલુકાના કોટડાના અને હાલ કચ્છના ભચાઉ તાલુકાના કકરવા ગામને પોતાની કર્મભૂમિ બનાવનાર દાતાશ્રી રામભાઈ ખુંટીની,
રામભાઈએ કચ્છમાં રહીને મેર સમાજનું અનેરૂ ગૌરવ અપાવ્યું છે. જેણે કચ્છ ખાતે પોતાની વાડી ગૌ સેવા સમિતીને દાન આપી છે. અને આ વાડીની કિંમત ૧ કરોડ થાય છે.
નિતી એજ ધર્મમાં માનનાર અને આવી ર્ધામક વૃતિ ધરાવતા રામભાઈ દરરોજ પ૦ થી ૬૦ કિલો પંખીને ચણ, ગાયોને લીલો ચારો નાખે છે. તેમજ જગલમાં અવેડા બનાવી જાતે ટેકટર લઈ તેમાં પાણી નાખી અનેરી સેવાઓ પણ આપે છે. અને પૂણ્યનું ભાથુ બાંધે છે. ભોજન કરો અને કરાવો તે તેમનો જીવન મંત્ર છે. 

તાજેતરમાં જ રામભાઈએ પોતાની દાનમાં આપેલ અને ગૌસેવાના લાભાર્થે સંતવાણીનું પણ ભવ્ય આયોજન કરેલ હતું આમ અનોખી સેવા કરનાર રામભાઈને મહેર સમાજમાંથી ઠેર ઠેર શુભેચ્છાઓ મળી રહી છે. ત્યારે મહેર એકતા અખબાર પણ તેમને ખુબ ખુબ અભિનંદન આપે છે.

(અહેવાલ-સરમણભાઈ ઓડેદરા)

Article by Maher Ekta –  મહેર એકતા website http://maherakta.wordpress.com/