પીયુષ કેશુભાઈ રાતડીયાને અભિનંદન

• નેશનલ ડીફેન્સ એકેડેમીની લેફ્ટનન્ટની પરીક્ષા પાસ કરવા બદલ ઠોયાણાના વતની શ્રી પીયુષ કેશુભાઈ રાતડીયાને અભિનંદન.
• ૭૭૦ ઉમેદવારોમાંથી પસંદ થયેલા ૧૦ જ ઉમેદવારો પૈકીના એક પિયુષ કેશુભાઈ રાતડીયા
• પીયુષ કેશુભાઈ રાતડીયા પોરબંદર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે.

રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના વતની શ્રી પીયુષ કેશુભાઈ રાતડીયાને આર્મીના લેફ્ટનન્ટની ખુબ જ અઘરી કહી શકાય એવી નેશનલ ડીફેનસ એકેડેમીની ઉચ્ચ કક્ષાની પરીક્ષા પાસ કરી  પિયુષ રાતાડીયાએ સમગ્ર પોરબંદર જીલ્લાનું ગૌરવ ગુજરાત રાજ્ય લેવલે વધાર્યું છે, કારણકે આ પરીક્ષા પણ યુપીએસસી જેવી જ અઘરી છે.

આર્મીની TES એટલે કે ટેકનીકલ એન્ટ્રી સ્કીમની પરીક્ષા ૧૨ માં ધોરણ ના બેઇઝ પર રાજ્ય કક્ષાએ યોજાય છે, જેમાં ઉમરની મર્યાદા ૧૬.૫ થી ૧૯.૫ વર્ષની છે. આ પરીક્ષા નેશનલ ડીફેન્સ એકેડેમી દ્વારા લેવાય છે અને આ પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી B-Tech  ની ડીગ્રી મળે છે અને ઉમેદવારને પરીક્ષામાં બેસવા માટે ધો.૧૨ સાયન્સના ફીઝીક્સ –કેમેસ્ટ્રી-અને રસાયણ શાસ્ત્રમાં ઓછામાં ઓછા ૭૦ % માર્ક્સ હોય તે જ આ પરીક્ષામાં બેસી શકે છે.

પિયુષ રાતડીયાએ બેંગ્લોર મુકામે પરીક્ષા આપી હતી અને તેમાં ૭૭૦ વિદ્યાર્થીઓ બેઠા હતાં અને આ ૭૭૦ ઉમેદવારોમાંથી ૧૦ જ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા, તેમના એક પિયુષ કેશુભાઈ રાતડીયા પસંદગી પામ્યા હતા.
હવે પિયુષ રાતડીયાને ૪૯ અઠવાડિયા માટે OTA ગયા ( બિહાર)માં તાલીમ અર્થે મોકલવામાં આવશે. ગયામાં તાલીમ પૂર્ણ થયા બાદ ૪ વર્ષ CME પુણે ખાતે તાલીમ લેશે અને તાલીમ ગાળો સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી પિયુષ રાતડીયા લેફ્ટનન્ટ કેડર હાંસલ કરીને લશ્કરમાં ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે જોડાશે.

આ અગાઉ મોઢવાડા ગામના વતની અને ૧૯૭૧ ના ભારત-પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા શહીદ નાગાર્જુન સિસોદિયા એ પણ ઉપરોક્ત તેજસ્વી કહી શકાય એવા નેશનલ ડીફેન્સ એકેડેમીની લેફ્ટનન્ટ કક્ષાની ડીગ્રી હાંસલ કરીને આપણા પોરબંદરનું ગૌરવ વધાર્યું હતું. એ જ રીતે પિયુષ કેશુભાઈ રાતડીયાએ પણ પોરબંદર જીલ્લાનું નામ રાજ્ય કક્ષાએ અને દેશની કક્ષાએ રોશન કર્યું છે.