મહેર જ્ઞાતિ સમાજના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇઓ-બહેનોમાં રહેલી રમત-ગમત ક્ષેત્રેની આંતરીક શકિતઓને બહાર લાવી અને તેમને પ્રોત્સાહિત કરી રમત-ગમતનું સુંદર પ્લેટફોર્મ પુરૂ પાડવના ઊમદા ધ્યેય સાથે મહેર સુપ્રિમ કાઊન્સિલની સ્વતંત્ર પાંખ એવી મહેર સોશ્યલ ગૃપ પોરબંદર દ્વારા દર વર્ષે શાળા/કોલેજોમાંના મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ-બહેનો માટે વિવિધ ખેલકુદની ઇવેન્ટસ (સ્પર્ધા) ઓ યોજે છે ત્યારે દર વર્ષની જમે આ સાલ પણ મહેર જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનો માટે જુનિયર-સિનિયર વિભાગની વિવિધ રમત-ગમતની સ્પર્ધાનું આયોજન મહેર સોશ્યલ ગૃપ દ્રારા તા.ર૭-૧ર-૦૯ ને રવિવારનાં રોજ પોરબંદર ખાતે આવેલ દિલિપ ક્રિકેટ ગ્રાઊન્ડમાં કરવામાં આવ્યુ હતું.
આ રમતોત્સવનું મહેર સમાજની વિશાળ સંખ્યામાં ઊપસ્થિત આગેવાનો- વિદ્યાર્થી ભાઇઓ-બહેનોની હાજરીમાં મહેર સમાજના સંત શિરોમણી પ.પૂ. માલદેવબાપુની છબી સમક્ષ પોરબંદર વિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, પુર્વ સીંચાઇ મંત્રીશ્રી, ગુજરાત રાજય, શ્રી બાબુભાઇ બોખીરીયા, પોરબંદર જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખશ્રી રાજશીભાઇ પરમાર, લેસ્ટર યુ.કે.થી ખાસ ઊપસ્થિત રહેલા શ્રી માલદેભાઇ મોઢવાડીયા, શ્રી પરબતભાઇ મોઢવાડીયા, શ્રી જયમલભાઇ મોઢવાડીયા, શ્રી નાથાભાઇ વસ્તાભાઇ, રાણાવાવના અગ્રણી આગેવાન શ્રી અરભમભાઇ ભારાભાઇ, ક્રિકેટરશ્રી રામભાઇ ઓડેદરા, શ્રી સામતભાઇ સુંડાવદરા, પુંજાભાઇ મોઢવાડીયા ડો. આવડાભાઇ ગોઢાણીયા, ડો. દેવશીભાઇ ખુંટી, મહંતશ્રી ભરતદાસજી, રામસિંગભાઇ સુંડાવદરા, મેરામણભાઇ મોઢવાડીયા, સહિતના આગેવાનોએ દીપ પ્રાગટય કરીને રમતોત્સવને ખુલ્લો મુકયો હતો.
આ પ્રસંગે પોરબંદર વિસ્તારના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા તથા પુર્વ સિંચાઇ મંત્રીશ્રી બાબુભાઇ બોખીરીયાએ તેમના પ્રવચનમાં જણાવેલું કે યુવા વર્ગમાં રહેલી અગાધ શકિત કોઇપણ સમાજ માટે ગૌરવની વાત હોય છે અને તેમાં પણ તરવૈયા થનગનાટ કરતા યુવા શકિતના ધોધને તેમા રહેલા સુષુપ્ત શકિતને યોગ્ય દિશા મળે (પ્લેટફોર્મ) મળે તો તેનામાં અશકયને શકય કરવાની ક્ષમતા રહેલી હોય છે ત્યારે મહેર સોશ્યલ ગૃપ દ્વારા દર વર્ષે આપણા મહેર જ્ઞાતિના શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા યુવા ભાઇ-બહેનોમાં રહેલી આવી આંતરીક રમત-ગમતની શકિતને મુલવીને એમને પ્રોત્સાહિત કરવા અને રમત-ગમતની વિવિધ ઇવેન્ટસ (સ્પર્ધાઓ) ગોઠવીને સુંદર એકતા ભર્યુ આયોજન કરેલ તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા તેમજ શિક્ષણની સાથો સાથ આવી રીતે ખેલકુદની સ્પર્ધાઓથી યોજવાથી તેમને રમત-ગમત ક્ષેત્રે રૂચિ કેળવાય અતે તેમની શકિતઓને બહાર લાવવાનું પ્લેટફોર્મ મળી રહે છે. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. તેને આવકારી શિક્ષિત સમાજની નવરચના કરવાનું અહવાન કરેલ કારણકે સમાજમાં શિક્ષણ આવશે તો આપો આપ એક ઊમદા સમાજનું નિર્માણ અવશ્ય થશે તેમ જણાવેલ.
રમતોત્સવને ખુલ્લો મુકયા બાદ જુનાગઢ, કુતિયાણા, પોરબંદર, સીમર, બોખીરા, સોઢાણા, કુછડી, હાથીયાણી, રાણાવાવ, રાતીયા સહિતના ગામો-શહેરોમાંથી શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનોની જુદી જુદી ખેલકુદની સ્પર્ધાઓ યોજાય હતી. જેમાં ભાઇઓ બહેનોમાં જુદી જુદી સ્પર્ધામાં બે વિભાગ રાખવામાં આવ્યા હતા. જેમાં જુનિયર વિભાગ અને સિનીયર વિભાગ, જેમાં જુનિયર વિભાગમાં ધો.૧૦ સુધી અભ્યાસ કરતા અને ૧૭ વર્ષથી નીચેની વય ધરાવતા વિદ્યાર્થી ભાઇ-બહેનોમાં ૧૦૦ મી. ૪૦૦ મી. અને ૮૦૦ મી. દોડની સ્પર્ધા, ઉંચી કૂદ અને લાંબી કૂદ ગોળા ફક અને ચક્ર ફેકની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.
જયારે સીનીયર વિભાગનાં ભાઇઓ માટે ૧૦૦ મી. ૪૦૦ મી. અને ૧પ૦૦ મી.ની દોડ સ્પર્ધા, ઉંચી કૂદ અને લાંબી કૂદ તેમજ ગોળા ફેંક અને બચ્છી ફેંકની સ્પર્ધા રાખેલ. જયારે બહેનો માટે ૧૦૦ મી., ૪૦૦ મી. અને ૮૦૦ મી. દોડ સ્પર્ધા, ઊંચી કૂદ અને લાંબી કૂદ તેમજ ગોળા ફેંક અને બચ્છી ફેંકની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. જુનિયર વિભાગમાં ભાઇ-બહેનોમાં ધો.૧૧ થી સ્નાતક સુધી અભ્યાસ કરતા હોય તે ભાગ લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ.
રમતોત્સવ સવારનાં ૯ વાગ્યાથી શરૂ થયેલ. જેમાં દરેક જુનિયર-સીનીયર વિભાગની સાત-સાત રમતોન્સવની સ્પર્ધા રાખવામાં આવેલ. તેથી આ બધી રમતોને યોજવામાં ૪ કલાક ને ૩પ મીનીટ નો સમય લાગતો હતો. સમગ્ર રમતોત્સવ બપોરનાં ૧ર અને ૩પ મીનીટે પૂર્ણ થયેલ ત્યાર બાદ નિર્ણાયકો દ્વારા ખેલાડી ભાઇ-બહેનો વચ્ચે યોજાયેલ સ્પર્ધામાં પહેલો, બીજો અને ત્રીજો નંબર આપી તેઓને નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકને પ્રમાણપત્ર, શિલ્ડ અને પ્રોત્સાહક ઇનામો ઊપસ્થિત જાહેર સમાજનાં આગેવાનોના હસ્તે આપીને પ્રોત્સાહિત કર્યા હતા. રમતોત્સવમાં ભાગલીધેલ મહેર સમાજનાં શાળા/કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઇ-બહેનોની યોજાયેલ ખેલકૂદની રમતનાં પરિણામ બહાર આવતા તેમાં,
જુનિયર વિભાગમાં ભાઇઓમાં :: ૧૦૦ મી. દોડમાં : પ્રથમ રામ રાયદે ઓડેદરા, દ્વિતિય માલદે હલા ઓડેદરા (સીમર હાઇસ્કૂલ) અને તૃતિય સંજય નાગા ઓડેદરા (બાલા હનુમાન રાણાવાવ) આવેલ.
૪૦૦ મી. દોડમાં: પ્રથમ જયમલ નેભા કુછડીયા (કુછડી હાઇસ્કૂલ), બીજો વનરાજ ભકા ઓડેદરા (શિગ્મા-પોરબંદર) અને ત્રીજો નંબર માલદે હલા ઓડેદરા (સીમર),
૮૦૦ મી. દોડમાં: પ્રથમ આવડા દેવશી કુછડીયા (કુછડી), બીજો નાથા કાનજી ઓડેદરા (સિગ્મા-પોરબંદર) અને ત્રીજો હરદાસ લીલા પરમાર (મહિયારી-ઘેડ) આવેલ.
જયારે ઉંચી કૂદમાં: પ્રથમ અરજન નાગા ઓડેદરા (સીમર), બીજો મુળુ કારા કારાવદરા(અડવાણા) અને ત્રીજો દિલીપ દેવા ગોઢાણીયા (બગવદર) આવેલ.
લાંબી કૂદમાં: પ્રથમ દિલીપ દેવા ગોઢાણીયા (બગવદર), બીજો લવ વિંઝા મોઢવાડીયા (કુતિયાણા) અને ત્રીજો નિલેશ રાજશી ઓડેદરા (કુતિયાણા) વિજેતા બનેલ.
જયારે ગોળાફકમાં: પ્રથમ વિરમ હલા છેલાર (ખિ્રસ્ત્રી) એલાઇટ એકેડેમી, બીજો દિલીપ દેવા ઓડેદરા (સિગ્મા-પોરબંદર) અને ત્રીજો નંબર સંજય મુંજા કારાવદરા (બગવદર) આવેલ.
ચક્ર ફેંકમાં: પ્રથમ આવડા જેઠા ઓડેદરા (સીમર), બીજો વિરમ હલા છેલાર (સીમર) એલાઇડ એકેડેમી, અને ત્રીજો નંબર ધવલ જીવા ખુંટી (સિગ્મા-પોરબંદર આવેલા.
જુનિયર વિભાગમાં ચેમ્પીયન વિરમભાઇ હલાભાઇ છેલાર બન્યા હતા.
જુનિયર વિભાગમાં બહેનોમાં :: ૧૦૦ મી. દોડમાં: પ્રથમ ઢેલીબેન હરદાસ ઓડેદરા ( જેઓ ર૦૦૮ નીજિલ્લા કક્ષાની ગ્રમીણ એથ્લેટીકમાં ૧૦૦ મી. ઉંચી કૂદમાં બીજો અને ૧૦૦ મી. રીલે. માં પ્રથમ આવેલ હતા) કુછડી, બીજા ક્રમે હંસા બચુ ઓડેદરા-જૂનાગઢ, અને ત્રીજા ક્રમે સંગીતા વસ્તા સુડાવદરા (ગોઢા)
૪૦૦ મી. દોડમાં: પ્રથમ રાજીબેન ભુરા કુછડીયા, કુછડી હાઇસ્કૂલ (જેઓ ર૦૦૮ ની જિલ્લા કક્ષાની ગ્રામીણ એથેલેટીકસમાં ર૦૦ મી. દોડમાં બીજો, ૪૦૦ મી. વિઘ્ન દોડમાં પ્રથમ અને ૧૦૦ મી. દોડમાં પ્રથમ આવેલ હતા.), બીજા ક્રમે હીરા ખીમા ખુંટી અને ત્રીજા ક્રમે મંજુ રામભાઇ કારાવદરા વિજેતા થયેલ.
૮૦૦ મી. દોડમાં: પ્રથમ પુષ્પા ઝાંઝા સુડાવદરા (કુછડી) (જેઓ ર૦૦૭ ની ગ્રામીણ ની જિલ્લા લેવલની ૭૦૦ મી. દોડમાં બીજો અને ૧૦૦ મી. રીલે. માં પ્રથમ આવેલ હતા.) બીજો નંબર શાંતી રામ કારાવદરા (જૂનાગઢ) અને ત્રીજા નંબરે હંસાબેન બચુભાઇ ઓડેદરા-જૂનાગઢ આવેલ હતા.
ઉંચી કૂદમાં: પ્રથમ શાંતી કારા ઓડેદરા (ફટાણા), બીજો નંબર સંગીતા વસ્તા સુંડાવદરા (પોરબંદર) અને ત્રીજા નંબરે રેખા ઠેબા કુછડીયા વિજેતા બનેલ. (રેખા ઠેબા કુછડીયાએ ગ્રામીણ કક્ષાની જિલ્લા કક્ષાની એથ્લેટીકસ રમતોમાં ર૦૦૮ માં ૪૦૦ મી. દોડમાં બીજો અને ૪૦૦ મી. વિઘ્નદોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હતો.)
લાંબી કૂદમાં: પ્રથમ નંબરે દક્ષા ઝાંઝા સુડાવદરા (ગોઢાણીયા કોલેજ), બીજો નંબર ઢેલી હરદાસ ઓડેદરા (કુછડી) અને ત્રીજા નંબરે શીતલ જેઠા કડેગીયા (કુતિયાણા) વિજેતા બનેલ.
ગોળાફેંકમાં: પ્રથમ નીતાબેન બાલુભાઇ ઓડેદરા (સીમાર હાઇસ્કૂલ) બીજો મનીષા આલાભાઇ કુછડીયા (કુણી હાઇસ્કૂલ) ત્રીજા નંબરે આરતી રામભાઇ મોઢવાડીયા (જૂનાગઢ કન્યા છાત્રાલય વિજેતા ઘોષીત થયેલ.
જુનિયર વિભાગમાં બહેનોમાં ચેમ્પીયન રાજીબેન ભુરાભાઇ ઓડેદરા બન્યા હતા.
સીનીયર વિભાગમાં ભાઇઓમાં::
૧૦૦ મી. દોડમાં: પ્રથમ કેશુ રાજશી કારાવદરા (માધવાણી કોલેજ-પોરબંદર), બીજા નંબરે
વિરમ ડી. ગોઢાણીયા (સિગ્મા પોરબંદર) અને ત્રીજા નંબરે સંજય મેરૂ ભુતિયા (કુતિયાણા)વિજેતા બનેલા.
૪૦૦ મી. દોડ: પ્રથમ કેશુ રાજશી કારાવદા (માધવાણી), બીજા નંબરે રાયદે મુળુ ઓડેદરા (માધવાણી) ત્રીજા નંબરે મનીષ રણમલ પરમાર વિજેતા થયેલ હતા.
૧પ૦૦ મી. દોડમાં: પ્રથમ રાયદે મુળુ ઓડેદરા (માધવાણી), બીજો નરબત રણમલ મોઢવાડીયા, ત્રીજા નંબરે રામ રાજા ઓડેદરા (નગયુગ-પોરબંદર) વિજેતા થયેલ હતા.
ઉંચી કૂદમાં: વિરમ દેવશી ગોઢાણીયા (સિગ્મા), બીજા નંબરે ભરત ભીમા ઓડેદરા (નવયુગ-પોરબંદર) ત્રીજા નંબરે નિલેશ અરશી કારાવદરા (ભાવપરા) વિજેતા થયેલ.
લાંબી કૂદમાં: પ્રથમ ગોઢાણીયા વિરમ દેવશી (સિગ્મા), બીજા નંબરે મહેશ જેસાભાઇ ભૂતિયા (પોરબંદર) ત્રીજા નંબરે લાખણસી વિરમ ગોઢાણીયા (બોખીરા) વિજેતા થયેલ.
ગોળા ફેંકમાં: પ્રથમ વિજય માંડણ કારાવદરા (માધવાણી), બીજો મહેશ રણમલ ઓડેદરા (મોઢા કોલેજ), ત્રીજો નંબર લાખણસી વિરમ ગોઢાણીયા (બોખીરા) તથા બિપિન માલદે બાપોદરા (કુતિયાણા) વિજેતા થયેલ.
બચ્છી ફકમાં: પ્રથમ દિલીપ લખુ ખુટી, (રાજશાખા પોરબંદર), બીજા બિપીન માલદે બાપોદરા અને ત્રીજા નંબરે રામા રાજા ઓડેદરા (નવયુગ-પોરબંદર) વિજેતા થયેલ.
સીનીયર વિભાગ ભાઇઓમાં ચેમ્પીયન વિરમ દેવશી ગોઢાણીયા (સિગ્મા હાઇસ્કૂલ પોરબંદર) બન્યા હતા.
સીનીયર વિભાગ બહેનો ::
૧૦૦ મી દોડ: પ્રથમ નંબર કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ, પોરબંદર) (અત્રે યાદ આપવું ઘટે કે લીલુબેન કારાવદરા ધો.૮ થી ટી.વાય.બી. કોમ સુધીમાં જયારે જયારે સ્પર્ધાઓ યોજાયેલ ત્યારે ત્યારે તેઓ છેલ્લા ૬ વખત ચેમ્પીયન બની ચુકયા છે. અને આ વર્ષે પણ એ ક્રમ જાળવી રાખવામાં સફળ થયેલ છે.), બીજો નંબરે બીનાબેન લાખાભાઇ આગઠ, મુળ ગોસા (ઘેડ) (હાલ-જુનાગઢ કન્યા છાત્રાલય, ટિંબાવાડી), ત્રીજા નંબરે જયાબેન એમ. બાપોદરા (બાલુબા કન્યા વિદ્યાલય, પોરબંદર).
૪૦૦ મી દોડ: પ્રથમ નંબરે કરાવદરા મંજુ નાગા (જુનાગઢ), બીજા નંબરે જયાબેન મેરામણ બાપોદરા (બાલુબા) અને ત્રીજા નંબરે કાજલ જેઠાભાઇ કડેગીયા (કુતિયાણા) વિજેતા થયેલ છે.
૮૦૦ મી. દોડ: પ્રથમ નંબરે મોઢવાડીયા શાંતિ લીલા (ગોઢાણીયા કોલેજ) (જે ગત વર્ષે બીજા નંબરે વિજેતા થયેલ હતી), બીજા ક્રમે કાજલ જેઠાભાઇ કડેગીયા (સરકારી સ્કુલ, કુતિયાણા) અને ત્રીજા ક્રમે રેખા વી. બોખીરીયા વિજેતા બનેલ છે.
ઉંચી કુદ: પ્રથમ ક્રમે રેખાબેન સુકાભાઇ કુછડીયા (બાલુબા કન્યા), બીજા ક્રમે શીતલ જેઠાભાઇ કડેગીયા (સરમણ મુંજા સ્કુલ, કુતિયાણા), અને ત્રીજા ક્રમે પાયલ ટી. ખુંટી (જુનાગઢ) વિજેતા બનેલ છે.
લાંબી કુદ: પ્રથમ ક્રમે રિધ્ધિબેન અરજનભાઇ સીડા (સીમર), બીજા ક્રમે હીરાબેન ખીમાભાઇ ખુંટી (બખરલા) અને ત્રીજા ક્રમે રાજીબેન ભુરાભાઇ કુછડીયા (કુછડી) વિજતા બનેલ છે.
ગોળા ફેંક: પ્રથમ ક્રમે કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ), બીજા ક્રમે કુછડીયા રાણીબેન પુંજાભાઇ (બાલુબા) અને ત્રીજા ક્રમે મંજુબેન એન. કારાવદરા (જુનાગઢ) વિજેતા બનેલ છે.
બરછી ફેંક: પ્રથમ ક્રમે કારાવદરા લીલુબેન કારાભાઇ (ગોઢાણીયા કોલેજ), બીજા ક્રમે કારાવદરા મંજુબેન નાગાભાઇ (જુનાગઢ) અને ત્રીજા ક્રમે ઓડેદરા ધાનીબેન કેશુભાઇ (બાલુબા) વિજતા થયેલ છે.
સીનીયર વિભાગમાં બહેનોમાં ચેમ્પીયન કારાવદરા લીલુબેન કારાભાઇ સોઢાણા ગામની બહેન છેલ્લા ૬ વખતથી દરેક સ્પર્ધામાં ચેમ્પીયન બની સોઢાણા ગામ અને કારાવદરા પરીવારનું ગૌરવ વધારેલ છે.
આ રમતોત્સવમાં ભાગ લીધેલ મહેર સમાજના શાળા/કોલેજોમાં ધો.૧૦ થી સ્નાતક કક્ષાના વિદ્યાર્થી ભાઇ-બહેનોને તેમણે ખેલકુદ સ્પર્ધામાં ઊત્કૃષ્ટ દેખાવ કરવા બદલ નંબર પ્રાપ્ત કરેલ તેમને શિલ્ડ, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર ઊપસ્થિત મહેર સમાજન આગેવાનો પુંજાભાઇ મોઢવાડીયા, ભીમાભાઇ ચૌહાણ, ગીગાભાઇ ગોઢાણીયા, નોધણભાઇ મોઢવાડીયા, ભરતભાઇ કારાવદરા, ખીમાભાઇ રાણાવાયા, ભીમભાઇ મોઢવાડીયા, મહેર એકતાના સહતંત્રી અને ગોસા (ઘેડ)ના પત્રકાર વિરમભાઇ આગઠ, રાજશીભાઇ ઓડેદરા, વાળા સાહેબ, ગીતાબેન વિસાણા, દેવાભાઇ ભુતીયા, જે.પી. મોઢવાડીયા, મુળુભાઇ ભુતીયા, રામભાઇ ઓડેદરા, રામભાઇ કડેગીયા, અશોકભાઇ ઓડેદરા (સુનિલ સ્પોર્ટસ), રાજશીભાઇ એમ. ઓડેદરા, પાૃથ્વીપાલ વિસાણા, પ્રભાબેન વિસાણા, હીરાબેન રાણાવાયા, મેર મહીલા મંડળના પ્રમુખ ગીતાબેન, પરબતભાઇ ઓડેદરા (સુકલ્પ), રાંભીબેન ઓડેદરા (જુનાગઢ) સહતિનાઓએ વિજેતાઓને ઇનામો, પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા.
ઇનામ વિતરણ બાદ ઝુંડાળા મહેર બોર્ડીંગ ખાતે ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. જેની બધી વ્યવસ્થા ઝુંડાળા મહેર સમાજના વ્યવસ્થાપક હાજાભાઇ ઓડેદરાએ કરી હતી. સમગ્ર રમતોત્સવને સફળ બનાવવા મહેર સોશ્યલ ગૃપના તમામ સભ્યોએ ભારે જહેમત ઊઠાવી હતી.
Article by Maher Ekta - મહેર એકતા website
http://maherakta.wordpress.com/