Maheronline

News
Home News Community News ખાંભોદર ગામે વિઝવાસણ માતાજીના મંદિર

ખાંભોદર ગામે વિઝવાસણ માતાજીના મંદિર

* ખાંભોદર ગામે વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા *

પોરબંદર તાલુકાનાં ખાંભોદર ગામે તા-૧૨-૧૦-૦૯ ના રોજ શ્રી વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમા સવારના હોમહવન,કળશવિધિ (મીંડુ), સમસ્ત ગામનું સામુહીક ભોજન, દાંડીયારાસ અને રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેવરાજભાઇ ગઢવી, અરવિંદગીરી ગૌસ્વામી સહીતનાં કલાકારોએ ભજન અને લોકસાહિત્યની રમઝટ બોલાવી હતી.

આ મંદિર નિર્માણકાર્ય માટે સમસ્ત ગોઢાણીયા પરિવાર, મોઢવાડીયા પરિવાર, ખિસ્તરીયા પરિવાર અને રાણાવાયા પરિવારે, પોતાની કુળદેવી શ્રી વિઝવાસણ માતાજીના મંદિર નવનિર્માણ કાર્ય માટે આશરે ૧૫ લાખ જેટલો ફાળો એકત્ર કરી ખર્ચ કરવામાં આવ્યો હતો. આ શુભ પ્રસંગને સફળ બનાવવા માટે સમસ્ત ખાંભોદર ગામ અને આસપાસના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

——–અહેવાલ: ભીમભાઇ ભુતિયા

 

Upcoming Events

Beej : Bhajan Kirtan at Centre Mandir
22 May 2012 - 23 April 2012 | 16.00

Nagaji M Odedra " BOXER " MEMORIAL CRICK...
27 May 2012 - 27 May 2012 | 08.30