Vangho Odedra |
The Mer namned Vangho Odedra of the village Bakharla was well known hunter of leopards and tigers in the area of Barda hills. He continued to hunt them in spite of the ban of Maharana of Porbandar on hunting in the region. On hearing of reputation of Vangho Mer, as a superb marksman and a hunter, Maharana invited him to join him during one of his own hunting expeditions.
The Maharana was so impressed by the skill and bravery of this Mer hunter that he presented him not only with a costly rifle but also bullocks for his use in cultivation.
Article supplied by Kishan V Sisodia
વણઘો ઓડેદરો
લે. ભરતભાઇ બાપોદરા, મુ. બાપોદર (કથા સમય: ઇ.સ.૧૭૮૫ આસપાસ)
# ૧ #
સિંધ પ્રદેશનું એક રળીયામણું તળાવ છે. તળાવમાં મીણલદે નામની જવાનજોધ સિંધવી ચારણીયાણી ઊઘાડે નાહી રહી છે. હાથ અડતાં મેલી થઇ જાય એવી, આરસ જેવી એની કાયા છે. શરદ પૂનમના ચંદ્ર ેજેવું એનું મુખડું છે. ભજાયેલા સોનેરી વાળ તડકામાં તગતગી રહયા છે. ચારે તરફ એકાન્ત છે. એટલે મસ્ત બનીને સ્નાન કરી રહી છે.
એટલામાં સુમરોજી નામનો એક રાજપુત ઘોડેસવાર ત્યાં આવી ચડ્યો. અનાયાસે જ તેની નજર, ઊઘાડે છોગ સ્નાન કરી રહેલ મીણલદે ઊપર ગઇ. મીણલદે પણ એને જોઇ ગઇ. પોતાનું અંગ ગળા સુધી એણે પાણીમાં ઝબોળી દીધું. જેમ દરમાંથી સાપ નીકળે એમ એના મોઢામાંથી ફીટકારના શબ્દો સરી પડ્યાઃ
ફટ રે મરદ ! પર સ્ત્રીનો જોબનીયો જોવાની તૃષ્ણા જાગી કે શું?
રાજપુતથી તો અનાયાસે જ જોવાઇ ગયું હતું અને જોતાન સાથે જ એપે મુખ ફેરવી લીધું હતું. એ વિકૃત નજરનો બીલકુલ નહોતો. છતાં દેવીપુત્રી મીણલદેના ફીટકારથી એનું અંગ થડકયું. અવળું મોં રાખીને એ બોલ્યો : માવડી, અનાયાસ જ મારી નજર પડી ગઇ. મને જોબનીયું જોવાની કોઇ તૃષ્ણા નથી. માટે મને માફ કર. તું કહીશ તો હું આ વિસ્તાર છોડીને ચાલ્યો જઇશ.
રાજપુત તારૂ નામ?
માવડી, મારૂં નામ તો સુમરોજી. બગડાજીનો હું દીકરો.
ભાઇ સુમરાજી ! મોળા મોઢામાંથી જે શબ્દો નીકળ્યા ઇ નીકળ્યા, ઇ પાછા તો ન વળે, પણ તારી ભૂલ થઇ તો તુંણી આટલી છૂટ આસપાસ કે સુર્યનારાયણ અસ્ત પહેલાં જો તું સિંધની બહાર નીકળી જઇશ તો મારા શાપમાંથી હેમખેમ ઉગરી જઇશ.
માવડી, હું તારી આજ્ઞા માથે ચડાવીને, અબઘડીએ જ ઘોડાને મારી મૂકું છું.
બપોર તો ઘણીય પસાર થઇ ચૂકી હતી. સૂરજ ક્ષિતિજથી બહુ છેટો નહોતો. આટલા વખતમાં સિંધની બહાર નીકળવું એ સહેલું નહોતું. છતાં હૈયે હામ ધરી, જગદમ્બાનું સ્મરણ કરીને સુમરાજીએ ઘોડાને એડી ફટકારી. જેમ વીજળી સરાવો કરે એમ એડી ફટરાકતાં તો ઘોડાએ ચારેક વાંભની છલાંગ મારી…. પોતાનામાં જેટલી શકતી હતી એ બધી જ શકિત એકઠી કરી પોતાના માલિકને બચાવવા માટે ઘોડો દોડવા લાગ્યો… સૂરજ ક્ષિતીજ તરફ જવા લાગ્યો… ઘોડું પાતાના માલિકને લઇ સિંધની બહાર નીકળવા માટે દોડવા લાગ્યો… બન્ને વચ્ચે જબ્બર હરીફાઇ જામી છે.
હવે તો સૂરજ ક્ષિતિજથી રાશવા છેટો હતો. ઘોડાના મોઢેથી ફીણ નીકળી પડ્યાં. છતાં એની ચાલ ધીમી પડી નહોતી. પાતાના માલિકનાં પ્રાણ બચાવવા માટે હજી એ જ ગતિએથી દોડી રહ્યો હતો… હવે સિંધની હદ આઘી નહોતી. સુમરોજી ઘોડાની પીઠ થાબડતાં બોલી રહ્યો હતો :
મારા બાપલા, દોડ હજી થોડુ દોડ, આ આવી સિંધની હદ. માલિકના પડકાર સાથે જ ઘોડાએ ગતિ વધારી. સૂરજ નારાયણનો અસ્ત થાય એ પહેલાં તો એણે પોતાના માલિકને સિંધની હદને પાર પહાચાડી દીધો. સુમરાજીએ શાબાશી આપી. પણ હવે સુમરાજીની શાબાશી ઝીલે કોણ? ઘોડો તો હવે ફાટી પડ્યો હતો. એના મોઢામાંથી ફીણના ગોટા વહી રહ્યા હતા. આંખો બહાર નીકળી ગઇ હતા, નસકોરા બંધ પડી ગયા હતા… શરીર નિશ્ચેત થઇ ગયું હતું. પોતાને ચારણીયાણી ના શાપમાંથી ઊગારનાર ઘોડાને નિશ્ચેતન જોઇને સુમરોજી પોકે પોકે રડ્યો. પણ હવે રડવાથી શું વળે? રતન રોળાય ગયું હતું. મન મનાવ્યું. આંસુને રોકયાં. ઊંડો ખાડો કરીને, એમાં ઘોડાને સુવડાવ્યો. માથે ધૂળ વાળી. ઘોડાને સમાધી દીધી. સમાધિ દઇને તે ત્યાંથી મોરબી આવ્યો. થોડા દીવસ ત્યાં રોકાઇને, પગપાળા દ્રારકાની યાત્રાએ જવા નીકળ્યો.
(ક્રમશ:)


